Invoice Creator
ગુજરાતી
મફત ડાઉનલોડ

ઇન્વૉઇસ – ભાગ 3

હું મારા ગ્રાહકોને ઇન્વૉઇસ કેવી રીતે મોકલી શકું?

ગ્રાહકોને ઇન્વૉઇસ મોકલવાના ઘણા વિકલ્પો છે. સૌથી મૂળભૂત પદ્ધતિઓમાંની એક છે વર્ડ પ્રોસેસર દસ્તાવેજ બનાવવો અને દર વખતે ગ્રાહકને ઇન્વૉઇસ મોકલવાનું થાય ત્યારે તેમાં ફેરફાર કરવો. આમાં સમય લાગી શકે છે, પરંતુ તેનો અર્થ એ છે કે આપ આપના ઇન્વૉઇસમાં જોઈએ તે ક્ષેત્રો રાખી શકો છો.

બીજો વિકલ્પ છે આપમેળે ઇન્વૉઇસ બનાવી શકે તેવી અનેક ઍપ કે સૉફ્ટવેરમાંથી કોઈ એક. હવે ઘણી સ્માર્ટફોન ઍપ છે જે ઇન્વૉઇસ બનાવીને આપના ગ્રાહકોને ઈ-મેલ કરી શકે છે, અને દર વખતે ઇન્વૉઇસ બનાવતી વખતે આ કામ ન કરવું પડે તે માટે આપ ગ્રાહકોની બધી વિગતો સાચવી પણ શકો છો.

ટિપ્પણીઓ

હજી સુધી કોઈ ટિપ્પણી નથી.